3

Gandevi Nagarpalika

ગણદેવી નગરપાલિકા | ગૌરવ સાથે સેવા

1
0
0
0
0
0
0

ગુણવંતી નગરી ગણદેવી

જય હો ! ગણદેવી ગામ

ગણદેવી ગુણવંતી નગરી "ગુણદીપીકા” નામ. સંસ્કૃતિ, શિક્ષણ, સાહસ ભર્યા છે ઠાંસોઠાસ, ગુણદિપીકા-ગણદેવીનો છે ભવ્ય ભૂતકાળ, . વિધ વિધ સંસ્થાઓની પ્રવૃતિઓથી શોભે છે ગામ,

જય હો ! ગણદેવી ગામ

તાપીદાસની શરાફી પેઢી, જાગીરદાર દેસાઈ

વહાણો બાંધતા વાડીયાને સઢ સીવતા ગઝદર, ઝીણું મલમલ વણાટ ખત્રીનું, ભુરા રંગ એક્ષપર્ટ, વાસણ કસબી કંસારાને દરીયા ખેડ ઢીમ્મર,

જય હો ! ગણદેવી ગામ

ખેતી અનાવિલ-હળપતિ, ને છીપાઓનું બાંધકામ વેપારીઓની પેઢીઓ અને કર્મકાંડી બ્રાહ્મણ હોમ, વર્તમાન પણ, ગણદેવીનો એવોજ છે ઉજ્જવલ, કૈં કેટલી પ્રવૃત્તિઓ ચાલી રહી છે અવિરત,

જય હો ! ગણદેવી ગામ

લાયન્સ, રોટરી, સીનીયર સીટીઝન, વિચારવૃંદ, સોશ્યલગૃપ, મહિલા ક્લબ, તુળજાભવાની, ગાયત્રી, અવધૂત સત્યસાઈ, કૈવલ્યધામ, રામજીમંદિર, સર સી.જે., લાયબ્રેરી, વિકાસ, અપાસરો, વૈષ્ણવ હવેલી, પ્રણામી, નિલકંઠ, સ્વામીનારાયણ.

જય હો ! ગણદેવી ગામ

ગણદેવી કસ્બાનો જુનો ઈતિહાસ

મિ. કર્લાઇલ કહી ગયા છે. દરેક ગામને નામ હોય છે. જે નામ પાછળ કોઈ ને કોઈ વિશેષતા કે મહત્તા હોય છે. ગાયકવાડી રાજ્યમાં નવસારી પ્રાંત એ મહારાજાનો પ્રિય વિભાગ હતો. અને તેમાં નવસારી પછી બીજું મહત્વનું સ્થળ હતું ગણદેવી. આજે ગણદેવી નગર પંચાયતના ૧૦૦ વર્ષ ઉજવાય છે. તે પરથી જ આ નગરની પૌરાણિક્તાને ખ્યાલ આવશે. આઝાદી પછી જુનુ ઘણું ભુલાતુ ગયું છે. એના રેકોર્ડ નોંધ નાશ થયો છે. અથવા લાયબ્રેરીમાં ઉધઇ દ્વારા નાશ થયો છે. નવી પેઢી વાંચનથી દિવસે દિવસે વિમુખ થતી જાય છે. ત્યારે ગણદેવીની તવારીખ જુના ઇતિહાસ પુસ્તકો અને સર્વસંગ્રહ દ્વારા અત્રે રજુ કરું છું. ગણદેવી નામ ધાર્મિક પ્રભાવ અને સંસ્કારવાળુ લાગે છે. તવારીખે નવસારી પુસ્તકની નોંધ મુજબ એનું મૂળ નામ સંસ્કૃત શબ્દ મુજબ “ગુણદીપીકા” હતું. કોઈ પણ શુધ્ધ નામ કાળક્રમે લેંકજીભે કે ગામઠીભાષામાં બગડતું રહે છે. તેને 'અપભ્રંશ' કહેવામાં આવે છે. આમ ગુણદીપીકાનું અપભ્રંશ “ગણદેવી” બન્યું છે. બીજી એક કિવદંતી આજ પુસ્તકમાં નોંધી છે કે, નવસારીના પીર સૈયદ સાદાત ઉર્ફે તુર સતાગરના ચમત્કારિક જીવનના પ્રભાવથી પ્રભાવિત થઈ જંબુદ્વિપના રાજા સુરચંદ જે નવસારી રહેતા હતા. તેમણે પોતાની દીકરી પાલણદેના લગ્ન સૈયદ સાદત સાથે કરાવેલા આ લગ્ન પ્રસંગે નવસારીથી ગણદેવી સુધી ૧૨ ગાવને લાંબો મંડપ બાંધવામાં આવેલો જેને છેડો ગણદેવીમાં હતો. અને તે રોશનીથી શણગારેલો. આ શણગારનો છેડો પણ ગણદેવીમાં હતો તે જોવા આવનારાં બોલતાં હતાં “ગ* દેવી” (ગંદુઈ એટલે રોશની) જોવા જઈએ અને તે પરથી ગણદેવી નામ પડયું. ગણદેવી નવસારી જેટલું જ જુનુ મહત્વનું ધામ છે. ઘણા એને પવિત્ર સ્થળ-ગુણુદેવીનું ધામ માનતા હતા ને નારી શક્તિ ગુણદેવીના નામ પરથી "ગણદેવી” નામ પડયું. પુરુષ દેવતાના નામ પરથી ગણદેવા નામ પડેલું હતું. આમ પણ માનવામાં આવે છે



સંપ્રદાયોના અવશેષો અલબત્ત ધાર્મિક સ્થળોનો મેળા અને વિવિધ ધર્મની વિવિધ શાખા પ્રશાખા અહીં આજે પણ છે. હિંદુ ધર્મ એના વિવિધ પંથો જેવા કે, વૈષ્ણવ, કબીરપંથી, રાધાવલ્લભ, સંપ્રદાય વગેરે હતા. જેનો પણ હતા. પારસીઓની નોંધનીય આગળ પડતી વસતી હતી. મુસલમાનો અને તેમાં ખાસ વણકર પ્રજા અહીં વસી હતી. આ કસબાનો મુખ્ય ધંધો ખેતી હતો. પછી બીજો નંબર હુન્નર અને કળાનો આવે છે. ઈતિહાસ કહે છે કે “૨૫૦ વર્ષ પર ગણદેવીનું વણાટકામ ઘણું ઊંચા પ્રકારનું ગણાતું. આ ધંધાને વિકસાવનારી મુખ્ય ક્ષત્રિય પ્રજા છે. અને સાથે ભાવસાર પ્રજાએ રંગકામ છાપકામને ઉ-તેજન આપ્યું હતું. આ બંને પ્રજા આજે પણ આજના યુગ મુજબ આ ધંધો ચલાવે છે. વિલાયત મોકલવા માટે અંગ્રેજની કોઠીવાળા સુરતથી અહીં માલ ખરીદવા આવતા હતા. ગણદેવી આ ઉદ્યોગ પર અભિમાન કરી શકે છે કે, એક અંગ્રેજ ડો હાઉ વણાટકામ શીખવા માટે ગણદેવી આવેલો. વરાળયંત્રો અને પરદેશી માલ આવતા આ ધંધો તૂટી ગયો. અહીં કાપડ વણવાનો, રંગ કરવાનો ને નકશી કાઢવાનો ઉદ્યોગ પણ ચાલતો. આમ ગણદેવીની ખ્યાતિ પરદેશ સુધી પહોંચી હતી